અદભૂત કુદરતી સૌંદર્ય ધરાવતા આ દેશ પર મોટું પર્યાવરણ સંકટ, કાળો પડ્યો સમુદ્ર!
Trending Photos
નવી દિલ્હી: લગભગ બે અઠવાડિયા પહેલા મોરેશિયસની પાસે હિન્દ મહાસાગરમાં એક મોટા પથ્થર સાથે જાપાનનું જહાજ ટકરાયા બાદ ઈંધણ લીક થવાના કારણે મોટું પર્યાવરણ સંકટ ઊભું થયું છે. જેના કારણે મૂંગા પ્રાણીઓ, માછલીઓ અને સમુદ્રી જીવોથી લઈને અધિકારીઓ અને પર્યાવરણશાસ્ત્રીઓ પરેશાન છે. જાપાનીઝ કંપની નાગાશિકી શિપિંગ કંપનીનું MV વાકાશિઓ મોરેશિયસના દક્ષિણપૂર્વ તટ પર 25 જુલાઈના રોજ પથ્થર સાથે ટકરાયું. ત્યારબાદ પ્રધાનમંત્રી પ્રવિન્દકુમાર જગનાથે દેશમાં પર્યાવરણ કટોકટી જાહેર કરી દીધી અને આંતરરાષ્ટ્રીય મદદ માંગી છે. આ ટેન્કર 299.5 મીટર લાંબી અને 50 મીટર પહોળી છે. તેના પર 20 ક્રુ સભ્યો છ. જહાજ જ્યાં છે તે સંવેદનશીલ ઝોન કહેવાય છે.
સરકારે જણાવ્યું કે જહાજમાં તીરાડ પડવાથી ઈંધણ લીક થયું. પર્યાવરણ સમૂહ ગ્રીનપીસે કહ્યું કે આ લીક મોરેશિયસના ઈતિહાસમાં સૌથી મોટું પર્યાવરણ સંકટ છે. ગ્રીનપીસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે બ્લ્યુ બે, પોઈન્ટ ડિ-એસની, અને મહીબર્ગના બહુમૂલ્ય લગુનની આજુબાજુ હજારો પ્રજાતિઓ પ્રદૂષણમાં ડૂબી જવાના જોખમમાં છે જેની મોરેશિયસની અર્થવ્યવસ્થા, ફૂડ સિક્યુરિટી અને હેલ્થ પર ખરાબ અસર પડી શકે છે.
Le naufrage du #Wakashio représente un danger pour l'île Maurice. Notre pays n’a pas les compétences et l’expertise pour le renflouage des navires échoués, c’est ainsi que j’ai sollicité l’aide de la #France à @EmmanuelMacron. pic.twitter.com/30m2pQzEy4
— Pravind Jugnauth (@PKJugnauth) August 7, 2020
આ અગાઉ શુક્રવારે આવેલી સેટેલાઈટ તસવીરોમાં ઈંધણ જહાજમાંથી નીકળતું જોવા મળ્યું અને ઘણું ખરું તટ સુધી પણ પહોંચ્યું છે. પીએમએ ટ્વિટ કરીને જણાવ્યું કે વાકાશિઓના ડૂબવાથી મોરિશિયસ માટે જોખમનો સંકેત છે. મોરેશિયસની મદદ માટે ફ્રાન્સ આગળ આવ્યું છે અને રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને સ્પેશિયાલિસ્ટની ટીમો અને ઉપકરણો મોરિશેયસ મોકલવાનું વચન આપ્યું છે. આ બાજુ નાગાશિકી શિપિંગ કંપનીએ કહ્યું કે તેણે ટેન્કરને કાઢવાની કોશિશ કરી છે પરંતુ ખરાબ હવામાનના કારણે તે શક્ય થઈ શકતું નથી.
મોરેશિયસ મોટાભાગે પર્યટન પર નિર્ભર કરે છે. ગત વર્ષે પર્યટનથી 63 અબજ મોરેશિયસ રૂપિયા કમાણી થઈ હતી. લોકો અહીં મોટી સંખ્યામાં પ્રાકૃતિક સૌંદર્ય માણવા માટે આવે છે. અહીં જૈવ વિવિધતા, ખાસ કરીને સમુદ્રી જીવન સમગ્ર દુનિયામાં મશહૂર છે. આવામાં આ પર્યાવરણ સંકટથી માત્ર જળ જીવન જ નહીં પરંતુ તેના પર નભતા લોકોની આર્થિક સ્થિતિ ઉપર પણ જોખમ પેદા થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે